ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પહેરો એટલે કે, પેટ્રોલિંગ વ્યવસ્થા અંગે સમજૂતી પર પહોંચ્યા છે. વિદેશ સચિવવિક્રમ મિસરીએ નવી દિલ્હીમાં માધ્યમોને જણાવ્યું કે, ‘આ સમજૂતીથી નિયંત્રણ રેખા પરથી સૈનિકો પરત જઈ શકે છે અને વર્ષ 2020માં શરૂથયેલા સંઘર્ષનું નિવારણ આવી શકે છે.’ તેમણે ઉમેર્યું કે, ‘બંને પક્ષ વચ્ચે વિસ્તૃત ચર્ચાના પરિણામના ભાગરૂપે સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગનીવ્યવસ્થા અંગે સમજૂતી થઈ છે.’રશિયન સેનામાં લડી રહેલા ભારતીયોને પરત લાવવા અંગે વિદેશ સચિવે કહ્યું કે, લગભગ 85 ભારતીય રશિયા પરત આવ્યા છે અને લગભગ 20 લોકો હજીરશિયામાં છે. આ અંગે ઉચ્ચ સ્તરે ચર્ચા થઈ હતી.
Site Admin | ઓક્ટોબર 21, 2024 7:42 પી એમ(PM)
ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પહેરો એટલે કે, પેટ્રોલિંગ વ્યવસ્થા અંગે સમજૂતી પર પહોંચ્યા છે
