સપ્ટેમ્બર 13, 2024 9:34 એ એમ (AM) | ભારત અને ચીન

printer

ભારત અને ચીન નિયંત્રણ રેખાનાં બાકીનાં વિસ્તારોમાંથી સંપૂર્ણપણે હટી જવાના પોતાનાં પ્રયત્નો બમણા કરવા અને તેની જરૂરિયાત પર કામ કરવા સંમત થયા

ભારત અને ચીન નિયંત્રણ રેખાનાં બાકીનાં વિસ્તારોમાંથી સંપૂર્ણપણે હટી જવાના પોતાનાં પ્રયત્નો બમણા કરવા અને તેની જરૂરિયાત પર કામ કરવા સંમત થયા છે. રશિયાનાં સેન્ટ પિટ્સબર્ગમાં ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલ અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટ બ્યુરોના સભ્ય અને કેન્દ્રીય વિદેશી બાબતોનાં આયોગના નિદેશક વાંગ ઇ વચ્ચેની બેઠકમાં આ સમજૂતિ થઈ હતી.
આ બેઠક સલામતી બાબતો માટે જવાબદાર બ્રિક્સના ઉચ્ચ અધિકારીઓ અને રાષ્ટ્રીય સલામતી સલાહકારોની બેઠકથી અલગ હતી. બેઠકમાં શ્રી ડોભાલે સ્પષ્ટ કર્યું કે દ્વિપક્ષીય સંબંધો સામાન્ય બનાવવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને વાસ્તવિક અંકુશ રેખાનું સન્માન જરૂરી છે. બંને પક્ષોએ સંબંધિત દ્વિપક્ષીય સમજૂતિઓ, પ્રોટોકોલ અને પરસ્પર સમજનું સંપુર્ણપણે પાલન કરવું જોઇએ.
એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષો સંમત થયા હતા કે ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધ માત્ર બે દેશો માટે જ નહીં, પરંતુ ક્ષેત્ર અને વિશ્વ માટે પણ મહત્વપૂર્ણ છે.