ડિસેમ્બર 19, 2024 2:14 પી એમ(PM) | ભારત અને ચીન

printer

ભારત અને ચીનના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચેની 23મી બેઠકમાં ભારતે ચીન સાથેના સરહદ વિવાદના ન્યાયી અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ પર ભાર મૂક્યો

ભારત અને ચીનના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચેની 23મી બેઠકમાં ભારતે ચીન સાથેના સરહદ વિવાદના ન્યાયી અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ પર ભાર મૂક્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે ગઈકાલે બેઈજિંગમાં બેઠક મળી હતી.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશોએ સામાન્ય સંબંધો પુનઃસ્થાપિત કરવા માટે સરહદ પરની સ્થિતિને શાંતિપૂર્ણ બનાવવા પર ભાર મૂક્યો હતો. શ્રી ડોભાલે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા, નદીના ડેટાની વહેંચણી અને સરહદી વેપારના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
દરમ્યાન સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધારવા અને સરહદી મુદ્દાઓ પર સકારાત્મક પગલાં લેવા માટેના તાજેતરના કરારનું સ્વાગત કર્યું છે.