ભારત અને ચિલી વચ્ચે નવી દિલ્હીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) માટે વાટાઘાટોનો ચોથો તબક્કો પૂર્ણ થયો છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે, ભારત અને ચિલીના પ્રતિનિધિમંડળો વચ્ચે સઘન અને રચનાત્મક ચર્ચાઓ થઈ હતી, જેના પરિણામે વાટાઘાટોના તમામ મુદ્દે નોંધપાત્ર પ્રગતિ થઈ છે.બંને પક્ષોએ વાટાઘાટોના સમયસર નિષ્કર્ષ માટે તેમની મજબૂત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને દ્વિપક્ષીય આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના વ્યૂહાત્મક મહત્વને સ્વીકાર્યું.આ ચર્ચાઓના ભાગ રૂપે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે ચિલીના વિદેશ મંત્રાલયમાં નાણા સચિવ શ્રીમતી ક્લાઉડિયા સાનહુએઝા સાથે વાતચીત કરી હતી.
Site Admin | ડિસેમ્બર 9, 2025 7:52 એ એમ (AM)
ભારત અને ચિલી વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર માટે વાટાઘાટોનો ચોથો તબક્કો પૂર્ણ