વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે નવી દિલ્હીમાં કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. એક સોશિયલ મીડિયા સંદેશ માં શ્રી ગોયલે માહિતી આપી હતી કે આ બેઠક વેપાર અને રોકાણ પર 7મા ભારત-કેનેડા મંત્રીસ્તરીય સંવાદનો ભાગ હતી.તેમણે ઉમેર્યું હતું કે બેઠક દરમિયાન, બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપારને મજબૂત બનાવવા, રોકાણોને પ્રોત્સાહન આપવા અને ભારત અને કેનેડા વચ્ચે સહયોગને ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરી હતી.
Site Admin | નવેમ્બર 13, 2025 7:50 પી એમ(PM)
ભારત અને કેનેડા વચ્ચે દ્વિપક્ષીય વેપારને મજબૂત બનાવવા નવી દિલ્હીમાં બેઠક યોજાઇ