ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાયેલી ત્રણ મેચની એક દિવસીય મેચ શ્રેણીની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ડકવર્થ-લુઈસ પદ્ધતિથી સાત વિકેટથી વિજય મેળવ્યો હતો.
વરસાદને કારણે મેચ ૨૬-૨૬ ઓવરની કરવામાં આવી હતી અને ઓસ્ટ્રેલિયાને ડકવર્થ-લુઈસ પદ્ધતિથી જીતવા માટે ૧૩૧ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યાંક ૨૧ ઓવર અને એક બોલમાં હાંસલ કર્યો હતો.
આ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા સામે ૨૬ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૩૬ રન બનાવ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 19, 2025 7:58 પી એમ(PM)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાયેલી પહેલી એકદિવસીય મેચમાં ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટથી વિજય મેળવ્યો
