ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 19, 2025 8:08 એ એમ (AM)

printer

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય શ્રેણીની પહેલી મેચ આજે પર્થમાં રમાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય શ્રેણીની પહેલી મેચ આજે પર્થમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે નવ વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમનું નેતૃત્વ શુભમન ગિલ કરી રહ્યો છે જેને રોહિત શર્માના સ્થાને કેપ્ટન તરીકે નિયુક્ત કરાયો છે. સિનિયર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં પરત ફર્યા છે. તેઓએ છેલ્લે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.