ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 8, 2025 8:27 એ એમ (AM)

printer

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચોની T- 20 ક્રિકેટ શ્રેણીની અંતિમ મેચ આજે બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચોની T- 20 ક્રિકેટ શ્રેણીની અંતિમ મેચ આજે બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે પોણા બે વાગ્યે શરૂ થશે.ગુરુવારે ક્વીન્સલેન્ડમાં રમાયેલી ચોથી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવીને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. આજની મેચમાં માત્ર એક વિકેટ સાથે, ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટ્વેન્ટી20 ક્રિકેટ મેચમાં 100 વિકેટ લેનાર બીજા ભારતીય બોલર બનશે.જો તે આ સિદ્ધિ હાંસલ કરશે, તો તે રમતના ત્રણેય ફોર્મેટમાં 100 થી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર પણ બનશે.