ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટૂ પ્લસ ટૂ સચિવસ્તરનો ચોથું પરામર્શ સંમેલન નવી દિલ્હીમાં યોજાઈ ગયું. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, સંરક્ષણ સચિવ ગિરિધર અરમાણે અને વિદેશ સચિવ વિક્રમ મિસરી એ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. જ્યારે ઑસ્ટ્રેલિયાના સંરક્ષણ વિભાગના સચિવ ગ્રેગ મૉરિયાર્ટી અને વિદેશી બાબતોના વિભાગના સચિવ અને વેપાર સચિવ જેન એડમ્સે ઑસ્ટ્રિલિયાનું નેતૃત્વ કર્યું.
મંત્રાલયે જણાવ્યું કે, પરામર્શ દરમિયાન રાજકીય, વ્યૂહાત્મક, સંરક્ષણ અને સલામતી તેમજ સ્થાનિક અને વૈશ્વિક મુદ્દાઓને આવરી લેવાયા હતા. બંને દેશે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને પ્રગતિના તેમના સહિયારા ઉદ્દેશ્યને હાંસલ કરવા અને ભારત-ઑસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા તેમની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર કર્યો.
Site Admin | ઓક્ટોબર 15, 2024 2:35 પી એમ(PM)
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટૂ પ્લસ ટૂ સચિવસ્તરનો ચોથું પરામર્શ સંમેલન નવી દિલ્હીમાં યોજાઈ ગયું
