ભારત અને ઈંગ્લેન્ડ આજે મુક્ત વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં ઈંગ્લેન્ડના વેપાર અને વાણિજ્ય સચિવ જોનાથન રેનોલ્ડ્સ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા આ વાત કહી હતી. ગોયલે ઉલ્લેખ કર્યો હતો કે ઈંગ્લેન્ડમાં ચૂંટણીઓને કારણે FTA પરની વાટાઘાટો અટકી ગઈ હતી. તેમણે ભાર મૂક્યો હતો કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર-FTA એક ભવિષ્યલક્ષી, સમાન, સંતુલિત, પારદર્શક અને પરસ્પર ફાયદાકારક કરાર બનવા જઈ રહ્યો છે જેનો લાભ બંને દેશોને થશે.
Site Admin | ફેબ્રુવારી 24, 2025 8:27 પી એમ(PM) | મુક્ત વેપાર વાટાઘાટો
ભારત અને ઈંગ્લેન્ડ મુક્ત વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા
