નવેમ્બર 27, 2025 7:46 પી એમ(PM)

printer

ભારત અને ઇન્ડોનેશિયાના સરક્ષણ મંત્રીએ વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર અંગે નવી દિલ્હીમાં વાતચીત કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રી સજાફરી સજામસોદ્દીન આજે નવી દિલ્હીમાં ત્રીજા ભારત-ઇન્ડોનેશિયા સંરક્ષણ પ્રધાનોના સંવાદની સહ-અધ્યક્ષતા કરી. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી વ્યૂહાત્મક ભાગીદારી અને ઊંડા દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગની પુષ્ટિ કરી. બેઠક દરમિયાન, બંને દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા અને સાર્વભૌમત્વના આદર પર આધારિત મુક્ત, ખુલ્લા, શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો.
ભારત અને ઇન્ડોનેશિયા હિંદ મહાસાગર રિમ એસોસિએશન જેવા બહુપક્ષીય માળખા દ્વારા સહયોગ વધારવા સંમત થયા. બંને નેતાઓએ દરિયાઇ ક્ષેત્ર જાગૃતિ, સાયબર ઍક્સેસ અને સંયુક્ત ઓપરેશનલ તૈયારીમાં વ્યવહારુ સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.