ભારતમાં ઇટાલીના રાજદૂત શ્રીયુત એન્ટોનિયો બાર્ટોલીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી. બંને વચ્ચે ઉત્પાદન, રમત ઉદ્યોગો, ખાદ્ય પ્રસંસ્કરણ, વેસ્ટ ટૂ એનર્જી – અવકાશ – વિજ્ઞાન અને ટેકનોલોજી તથા કનેક્ટિવિટી અને સ્માર્ટ પરિવહન સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહભાગીતાની સંભાવનાઓ અંગે ચર્ચા થઈ.
દરમિયાન શ્રી પટેલે જણાવ્યું, ગુજરાતે પોલિસી ડ્રિવન સ્ટેટ અને મેન્યુફેક્ચરિંગ હબ બનવા સાથે વિકસિત ભારત @ 2047ના પ્રધાનમંત્રીના સંકલ્પ માટે વિકસિત ગુજરાત @ 2047નો રોડ મેપ લિવિંગ વેલ – અર્નિંગ વેલના ધ્યેય સાથે તૈયાર કર્યો છે. દરમિયાન ઇટાલીના રાજદૂત શ્રી બાર્ટોલીએ કહ્યું, ભારત અને ઇટાલીએ મુખ્ય ક્ષેત્રોમાં સહયોગનો સેતુ મજબૂત બનાવવા 10 મુદ્દાનો સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના તૈયાર કરી છે.
Site Admin | ઓક્ટોબર 30, 2025 7:34 પી એમ(PM)
ભારત અને ઇટાલીએ મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા 10 મુદ્દાની સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના તૈયાર કરી હોવાનું ઈટાલીના રાજદૂતનું નિવેદન