જુલાઇ 14, 2025 9:25 એ એમ (AM)

printer

ભારત અને ઇગ્લેંડ વચ્ચેની લોર્ડસ ખાતેની ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક બની

ક્રિકેટમાં, એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના ચોથા દિવસના અંતે ઇંગ્લેન્ડ સામે બીજા દાવમાં ભારતે ચાર વિકેટે 58 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે ભારતને જીતવા 193 રનના લક્ષ્ય આપ્યો છે. જેમા, કે એલ રાહુલ હાલમાં 33 રન સાથે ક્રીઝ પર છે અને તે આજે અંતિમ દિવસે નવા બેટ્સમેન સાથે ભારતીય ઇનિંગ્સ ફરી શરૂ કરશે. લોર્ડ્સ ટેસ્ટ જીતવા માટે ભારતને હાલમાં 135 રનની જરૂર છે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે