ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ ડ્રોમા પરિણમી છે. ગઈકાલે રાત્રે, ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી મેચના પાંચમા દિવસે, ભારતે બીજી ઇનિંગમાં ચાર વિકેટે 425 રન બનાવ્યા.ભારતે બે વિકેટે 174 રનથી આગળ રમવાનું શરૂ કરતાં કેપ્ટન શુબમન ગિલે 103 રન અને કેએલ રાહુલે 90 રન બનાવ્યા, જ્યારે રવિન્દ્ર જાડેજા અણનમ 107 રન અને વોશિંગ્ટન સુંદરે અણનમ 101 રનની લાંબી ભાગીદારીએ મેચ ડ્રો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. ઇંગ્લેન્ડ શ્રેણીમાં 2-1થી આગળ છે. અંતિમ ટેસ્ટ મેચ ગુરુવારથી ઓવલ ખાતે રમાશે.
Site Admin | જુલાઇ 28, 2025 9:10 એ એમ (AM)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી
