ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 28, 2025 8:26 એ એમ (AM)

printer

ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પહેલી મેચ આજે બ્રિટનમાં રમાશે

ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પહેલી મેચ આજે બ્રિટનના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાત વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ એક દિવસીય ત્રિકોણીય શ્રેણીમાં પોતાના શાનદાર પ્રદર્શન બાદ આત્મવિશ્વાસથી ભરેલી છે. બીજી તરફ, ઇંગ્લેન્ડે તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ પર પણ વિજય મેળવ્યો છે. આવતા વર્ષે મહિલા વિશ્વ કપ બ્રિટનમાં જ યોજાવાનો છે.