જૂન 20, 2025 1:58 પી એમ(PM)

printer

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે તેંડુલકર—ઍન્ડરસન ટ્રૉફીની પાંચ મૅચની ટેસ્ટ ક્રિકેટ શ્રેણીનો આજથી આરંભ, બપોરે 3.30 વાગ્યે પહેલી મૅચ

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે તેંડુલકર—ઍન્ડરસન ટ્રૉફીની પાંચ મૅચની ટેસ્ટ ક્રિકેટ શ્રેણીનો આજથી આરંભ થશે. ઇંગ્લૅન્ડના લીડ્સ ખાતે આજે બપોરે સાડા ત્રણ વાગ્યે પહેલી મૅચ રમાશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા વરિષ્ઠ ખેલાડીઓના ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ પછી દરેકની નજર નવા સુકાની શુબમન ગિલ પર રહેશે. મૅચ પહેલા શુબમન ગિલે સુકાની તરીકે દેશ માટે રમવું એ ગર્વની ક્ષણ ગણાવી. જ્યારે ઉપસુકાની રિષભ પંત નવી જવાબદારીથી ખુશ છે અને તેમણે તેને નવી જવાબદારી ગણાવી.
ગઈકાલે ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને જૅમ્સ ઍન્ડરસનની હાજરીમાં આ નવી વિજયચિહ્નનું અનાવરણ કરાયું. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે આ શ્રેણીનું નામ બંને દેશના આ મહાન ખેલાડીઓના નામ પરથી રખાયું છે.