ભારત અને આર્જેન્ટિનાએ આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય કૃષિ સંશોધન અને ટેકનોલોજી વિનિમયને વેગ આપવા માટે કાર્ય યોજના 2025-27 પર હસ્તાક્ષર કર્યા.
ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) અને રાષ્ટ્રીય કૃષિ ટેકનોલોજી સંસ્થા (INTA), આર્જેન્ટિનાના વચ્ચે હસ્તાક્ષર કરાયાં. આ કાર્ય યોજના કુદરતી સંસાધન વ્યવસ્થાપન, ટકાઉ કૃષિશાસ્ત્રમાં સહયોગ સ્થાપિત કરે છે જેમાં શૂન્ય ખેડાણ, યાંત્રિકીકરણ, સૂક્ષ્મ સિંચાઈ અને ફળદ્રુપતાનો સમાવેશ થાય છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત અને આર્જેન્ટિના તેલીબિયાં અને કઠોળ મૂલ્ય શૃંખલા, કપાસ કાપણી મશીનરી અને ડ્રોન સહિત કૃષિ યાંત્રિકીકરણમાં સહયોગને વધુ ગાઢ બનાવી રહ્યા છે.
Site Admin | ડિસેમ્બર 17, 2025 7:55 પી એમ(PM)
ભારત અને આર્જેન્ટિનાએ કૃષિ સંશોધન અને ટેકનોલોજી વિનિમયને વેગ આપવા કાર્ય યોજના 2025-27 પર હસ્તાક્ષર કર્યા.