વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વિશે ખૂબ જ સકારાત્મક અને સુદ્રઢ હોવાનું અનુભવે છે. તેઓ ગઈકાલે ભારત-અમેરિકા સંબંધો પરના એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.
તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ખૂબ આદર છે, અને તેઓ વારંવાર વાત કરે છે. વેપાર વાટાઘાટો અંગે, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી લેવિટે ખુલાસો કર્યો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની વેપાર ટીમ ભારતીય પક્ષ સાથે ગંભીરતાથી ચર્ચા કરી રહી છે.
Site Admin | નવેમ્બર 5, 2025 1:33 પી એમ(PM)
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મામલે ગંભીરતાથી ચર્ચા થઇ રહી હોવાનું જણાવતું અમેરિકા.