જાન્યુઆરી 13, 2026 8:42 એ એમ (AM)

printer

ભારત અને અમેરિકા વચ્ચે આજથી નવી દિલ્હીમાં વેપાર વાટોઘાટો થશે

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કહ્યું છે કે ભારત અને અમેરિકા ચાલી રહેલા વેપાર કરાર વાટાઘાટોનો આગામી તબક્કો આજે યોજાશે.શ્રી ગોરે ગઈકાલે નવી દિલ્હીમાં ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા માટે ભારત એક મહત્વપૂર્ણ ભાગીદાર ભારત અને અમેરિકા સુરક્ષા, આતંકવાદ અને ઉર્જા જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે.