પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા ગાઢ મિત્રો અને સ્વાભાવિક ભાગીદારો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ પુનરોચ્ચાર કર્યો હતો કે તેમને વિશ્વાસ છે કે બંને દેશો વચ્ચેની વેપાર વાટાઘાટો ભારત-અમેરિકા ભાગીદારીની અમર્યાદિત ક્ષમતાને પ્રસ્થાપિત કરવાનો માર્ગ મોકળો કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બંને દેશોની ટીમો વ્યાવસાયિક ચર્ચાઓને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટે કાર્યરત છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે તેઓ ટૂંક સમયમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરવા આતુર છે. પ્રધાનમંત્રીએ બંને દેશોના લોકો માટે ઉજ્જવળ, વધુ સમૃદ્ધ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મળીને કામ કરવાની આશા વ્યક્ત કરી હતી. અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે અમેરિકા અને ભારત બંને દેશો વચ્ચેના વેપાર અવરોધોને દૂર કરવા માટે વાટાઘાટો કરતાં રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2025 2:14 પી એમ(PM)
ભારત અને અમેરિકા વચ્ચેની ગાઢ મિત્રતા વ્યાવસાયિક વાટાઘાટને સફળ બનાવવાનો માર્ગ મોકળો કરશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી