અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ ફ્લોરિડામાં ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર સાથે વેપાર સંબંધોને મજબૂત બનાવવાના સામાન્ય ધ્યેય પર ચર્ચા કરી હતી. આ બેઠક ફ્લોરિડામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાન માર-એ-લાગો ખાતે યોજાઈ હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી ક્વાત્રાએ જણાવ્યું હતું કે ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકેની જવાબદારી સંભાળવાની તૈયારી કરી રહેલા અમેરિકાન રાજદૂતે દ્વિપક્ષીય ભાગીદારી માટે તેમની યોજનાઓ અને પ્રાથમિકતાઓ શેર કરી હતી. અગાઉ યુએસ રાજદૂતે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતીય રાજદૂતની માર-એ લાગોમાં આ પહેલી મુલાકાત છે.
Site Admin | ડિસેમ્બર 25, 2025 9:10 એ એમ (AM)
ભારત અને અમેરિકાના રાજદૂતોએ પરસ્પર વેપાર સંબંધોને મજબૂત બનાવવાના સામાન્ય ધ્યેય પર ચર્ચા કરી