ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 25, 2025 2:18 પી એમ(PM) | સંયુક્ત રાષ્ટ્ર સંઘ

printer

ભારતે UN માં કહ્યું હતું કે, પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના ભાગ પર “ગેરકાયદેસર કબજો” ચાલુ રાખ્યો છે

ભારતે UN માં કહ્યું હતું કે, પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના ભાગ પર “ગેરકાયદેસર કબજો” ચાલુ રાખ્યો છે. શાંતિ જાળવવાના સુધારાઓ પર સંયુક્ત રાષ્ટ્રની ચર્ચા દરમિયાન ભારતે જમ્મુ અને કાશ્મીરના “વારંવાર સંદર્ભો” માટે પડોશી દેશની ટીકા કરતા જણાવ્યું કે, પાકિસ્તાને પચાવી પાડેલો હિસ્સો ખાલી કરવો જ પડશે. સુરક્ષા પરિષદમાં બોલતા, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પાર્વતીનેની હરિશે કહ્યું કે, આ ટિપ્પણી “અયોગ્ય” હતી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે, કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો હતો, છે અને હંમેશા રહેશે. તેમણે જણાવ્યું કે, ભારતીય પ્રદેશ જમ્મુ કાશ્મીર અંગે પાકિસ્તાનના વારંવારનાં અનિચ્છનિય ઉલ્લેખથી પ્રદેશ પર તેનો દાવો માન્ય ઠરતો નથી અને સરહદ પારથી પાકિસ્તાન સરકાર પ્રેરિત ત્રાસવાદને વાજબી ઠેરવી શકાતો નથી. પાકિસ્તાનના પ્રધાનમંત્રીના વિશેષ સહાયક સૈયદ તારિક ફતેમીએ યુએનમાં ચર્ચા દરમિયાન જમ્મુ કાશ્મીર અંગે કરેલા નિવેદનનાં પ્રત્યુત્તરમાં ભારતે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.