ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2025 1:51 પી એમ(PM)

printer

ભારતે UAEના નાગરિકો માટે કોચીન, કાલિકટ અને અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈમથકનો સમાવેશ કરીને વિઝા-ઓન-અરાઇવલ- સુવિધાનો વ્યાપ વધાર્યો.

ભારતે સંયુક્ત આરબ અમીરાત-UAEના નાગરિકો માટે કોચીન, કાલિકટ અને અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈમથકનો સમાવેશ કરીને વિઝા-ઓન-અરાઇવલ- VoA સુવિધાનો વ્યાપ વધાર્યો છે. આ પગલા સાથે, UAE ના નાગરિકો હવે સમગ્ર ભારતમાં નવ મુખ્ય પ્રવેશ બિંદુઓ પર VoA ની સુવિધા મેળવી શકશે. આ સુવિધા નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોચીના કેન્દ્રો પર અગાઉથી ઉપલબ્ધ છે.