ભારતે TRFને વિદેશી આતંકવાદી સંગઠન અને વિશેષ વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના અમેરિકાના નિર્ણયની પ્રશંસા કરી છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સાઠગાઠ ધરાવતુ TRF, પહેલગામમાં નાગરિકો પરના હુમલા સહિત અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યું છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ નિર્ણય માટે અમેરિકાના વિદેશ વિભાગ અને વિદેશ સચિવ માર્કો રુબિયોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આ નિર્ણય ભારત-અમેરિકા આતંકવાદ વિરોધી સહયોગને ફરીથી પુષ્ટિ આપે છે.ભારતે આતંકવાદ સામેની લડાઈ અને આતંકવાદી માળખાને તોડી પાડવા માટે વૈશ્વિક સહયોગની જરૂરિયાત પર સતત ભાર મૂક્યો છે.TRF ને આતંકવાદી સંગઠન જાહેર કરવું એ સમયસર અને મહત્વપૂર્ણ પગલું છે જે આતંકવાદ વિરોધી બાબતોમાં ભારત અને અમેરિકા વચ્ચેના ઊંડા સહયોગને પ્રતિબિંબિત કરે છે.
Site Admin | જુલાઇ 18, 2025 1:29 પી એમ(PM)
ભારતે TRFને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરવાના અમેરિકાના નિર્ણયની પ્રશંસા કરી
