ભારતે ગઈકાલે થાઈલેન્ડના પટાયામાં FEI એશિયન ઘોડસવારી સ્પર્ધા 2025માં પાંચ ચંદ્રક જીત્યા
આશિષ લિમયેએ વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીત્યો, જ્યારે સાથી ખેલાડીઓ શશાંક સિંહ કટારિયા અને શશાંક કાનમુરી એ સાથે મળી ટીમ રજત ચંદ્રક જીત્યો.
ડ્રેસેજમાં, શ્રુતિ વોરાએ ત્રણ રજત ચંદ્રક જીત્યા,જેમાં એક વ્યક્તિગત શ્રેણીમાં, બીજો ઇન્ટરમીડિયેટ ફ્રીસ્ટાઇલ-I માં, અને દિવ્યાકૃતિ સિંહ અને ગૌરવ પુંડિર સાથે ટીમમાં ત્રીજો. આ સ્પર્ધામાં પ્રથમવાર ભારતના 16 સભ્યોના પ્રતિનિધિમંડળે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 4, 2025 9:37 એ એમ (AM)
ભારતે FEI એશિયન ઘોડસવારી સ્પર્ધા 2025માં પાંચ ચંદ્રક જીત્યા