ગયા નાણાકીય વર્ષમાં ભારતે 30 અબજ ડોલરથી વધુ દવાની નિકાસ કરી હતી. ભારતમાટે અમેરિકા ટોચનું બજાર છે, જે દેશની કુલ દવા નિકાસમાં એક તૃતીયાંશકરતાં વધુ હિસ્સો ધરાવે છે. સત્તાવાર આંકડા અનુસાર, નાણાકીય વર્ષ2024-25માં દવાની નિકાસ30 અબજ ડોલર હતી, જે નાણાકીય વર્ષ 2023-24માં 27.5 અબજ ડોલરની સરખામણીમાં 9 ટકાનો વધારો દર્શાવે છે. ભારત દ્વારા અમેરિકામાં દવાની નિકાસમાં 14 ટકાનો વધારોથયો છે. ભારતની દવા નિકાસમાં મોખરા અન્ય દેશોમાં યુકે, બ્રાઝિલ, ફ્રાન્સ અનેદક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
Site Admin | એપ્રિલ 19, 2025 1:25 પી એમ(PM)
ભારતે 30 અબજ ડોલરથી વધુની દવાની નિકાસ કરીઃ એક તૃતીયાંશ કરતાં વધુ હિસ્સાસાથે અમેરિકા મોખરે.
