ભારતે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે પોતાનો સત્તાવાર પ્રસ્તાવ રજૂ કર્યો છે,
અગાઉ, ભારતે 2010 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. ભારતીય કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન અને ગુજરાત સરકાર વતી ગઈકાલે લંડનમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ ડૉ. ડોનાલ્ડ રુકારે સમક્ષ ઔપચારિક બોલી રજૂ કરવામાં આવી હતી. આ બોલીમાં અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શહેર તરીકે સામેલ કરવામાં આવ્યું છે.
દરખાસ્ત રજૂ કર્યા પછી, ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ ભારતની સુગમ અને સમાવેશી રમતગમત કાર્યક્રમ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ જણાવ્યું હતું કે આ બિડ સમગ્ર રાષ્ટ્રની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ ભારતની રમતગમત ક્ષમતાઓ અને સમાવેશકતાના મૂલ્યો પ્રદર્શિત કરશે.
Site Admin | ઓગસ્ટ 30, 2025 9:51 એ એમ (AM)
ભારતે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા સત્તાવાર પ્રસ્તાવ રજૂ કર્યો – અમદાવાદને યજમાન શહેર તરીકે સામેલ કર્યું
