ઓગસ્ટ 10, 2025 8:29 એ એમ (AM)

printer

ભારતે 15 ઓગસ્ટે અલાસ્કામાં યોજાનારી અમેરિકા અને રશિયા વચ્ચેની બેઠકનું સ્વાગત કર્યું

ભારતે 15 ઓગસ્ટે અલાસ્કામાં યોજાનારી અમેરિકા અને રશિયા વચ્ચેની બેઠકનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ બેઠક રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા અને શાંતિ સ્થાપિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ ઘણી વાર કહ્યું છે કે આ યુદ્ધનો યુગ નથી તેથી ભારત બંને દેશો વચ્ચેની બેઠક અને શાંતિ પ્રયાસોને સમર્થન આપે છે.