પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારતે 140 કરોડ દેશવાસીઓના સામૂહિક સંકલ્પથી ડિજિટલ ચૂકવણી ક્ષેત્રે મહત્વની સિદ્ધિ મેળવી છે.” સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આજે ડિજિટલ ઇન્ડિયા અભિયાનને 10 વર્ષ પૂર્ણ થવાનો ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યું, દેશને ડિજિટલ રીતે સશક્ત અને ટૅક્નિકલ રીતે સુદ્રઢ બનાવવા ડિજિટલ ઇન્ડિયા અભિયાન 10 વર્ષ પહેલા શરૂ કરાયું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું, એક દાયકા બાદ સમગ્ર દેશ એક એવી યાત્રાનો સાક્ષી બન્યો, જેણે અસંખ્ય લોકોના જીવનને અસર કરી. તેમજ સશક્તિકરણમાં મદદ કરી. શ્રી મોદીએ કહ્યું, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોને આ પહેલથી લાભ થઈ રહ્યો છે.
Site Admin | જુલાઇ 1, 2025 2:36 પી એમ(PM)
ભારતે 140 કરોડ દેશવાસીઓના સામૂહિક સંકલ્પથી ડિજિટલ ચૂકવણી ક્ષેત્રે મહત્વની સિદ્ધિ મેળવી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી