ભારતે 100 ગીગાવૉટ સ્થાપિત અને ઊર્જા ક્ષમતાને પાર કરીને એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આનાથી અક્ષય ઊર્જામાં વિશ્વમાં અગ્રણી તરીકેની દેશની સ્થિતિ મજબૂત બની છે. નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયે જણાવ્યું કે, આ સિદ્ધિ સ્વચ્છઅને હરિયાળા ભવિષ્ય પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2030 સુધી 500 ગીગાવૉટ બિનઅશ્મિભૂત ઈંધણ આધારિત ઊર્જા ક્ષમતાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને સાકાર કરવાની દિશામાં આ મહત્વનું પગલું છે.નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું, “ગત 10 વર્ષમાં દેશનીઊર્જા યાત્રા ઐતિહાસિક અને પ્રેરણાદાયી રહી છે.” તેમણે સૌર પૅનલ, સૌર પાર્ક અને રૂફટૉપ સૌરપરિયોજનાઓ જેવી પહેલના કારણે ક્રાંતિકારી પરિવર્તન આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યોહતો. શ્રી જોષીએ ઉંમેર્યું, “ભારત આત્મનિર્ભર બનવાની સાથે વિશ્વને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં એક નવો માર્ગ પણબતાવી રહ્યું છે.”
Site Admin | ફેબ્રુવારી 7, 2025 7:40 પી એમ(PM) | ઊર્જા ક્ષમતા
ભારતે 100 ગીગાવૉટ સ્થાપિત અને ઊર્જા ક્ષમતાને પાર કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી
