ભારતે સોમાલિયાને માનવતાવાદી સહાયનો જથ્થો મોકલ્યો છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે મોકલાયેલી 10 ટન સામગ્રીમાં આવશ્યક દવાઓ, સર્જિકલ સાધનો, હોસ્પિટલ પુરવઠો અને બાયોમેડિકલ સાધનોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ભારત સોમાલિયાને માનવતાવાદી સહાય પૂરી પાડવાનું યથાવત રાખશે
Site Admin | જુલાઇ 27, 2025 2:29 પી એમ(PM)
ભારતે સોમાલિયાને આવશ્યક દવાઓ સહિત 10 ટન તબીબી સામગ્રી મોકલી
