ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 10, 2024 2:38 પી એમ(PM) | સંયુક્ત રાષ્ટ્ર

printer

ભારતે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાયી સભ્યોમાં આફ્રિકા ખંડની ભાગીદારી વધારવાની હિમાયત કરી

ભારતે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાયી સભ્યોમાં આફ્રિકા ખંડની ભાગીદારી વધારવાની હિમાયત કરી છે સુરક્ષા પરિષદમાં રાજકીય વિસંગતતાના કારણે શાંતિ મંત્રણાના પ્રયાસોને માઠી અસર થઈ રહી છે.
યુ.એન સુરક્ષા પરિષદમાં નવ નિયુક્ત ભારતીય અધિકારી પી. હરિશે તેમના પહેલા સંબોધન જણાવ્યું કે, સુરક્ષા પરિષદમાં રાજકીય એકતાના અભાવે યુ.એનની શાંતિ મંત્રણાના પ્રયાસો પર નકારાત્મક અસર પડી રહી છે. કાયમી શ્રેણીમાં
સુરક્ષા પરિષદના કાયમી સભ્યોએ આજની વાસ્તવિકતાઓનું સક્રિય રીતે પ્રતિનિધિત્વ કરવાની જરૂર છે વિશ્વમાં શાંતિ મંત્રણા માટેના વિવિધ પ્રયાસો વધુ મજબૂત કરવા અંગેની ચર્ચામાં ભાગ લેતા, શ્રી હરીશે નોંધ્યું હતું કે ભારત શાંતિ રક્ષામાં સૌથી મોટો ફાળો આપનાર દેશ છે, જેણે છેલ્લા સાત દાયકાઓમાં 50 થી વધુ મિશનમાં એક 2 લાખ 50 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે.