ભારતે સંભવિત પરમાણુ ખતરા અંગે પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરની ટિપ્પણીની સખત નિંદા કરી છે. MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદનમાં કહ્યું કે, ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે કોઈપણ પરમાણુ બ્લેકમેલને વશ નહીં થાય. તેમણે કહ્યું નવી દિલ્હી તેની રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેવાનું ચાલુ રાખશે.શ્રી જયસ્વાલે કહ્યું કે પરમાણુ શસ્ત્રોનો દેખાડો કરવો એ પાકિસ્તાનની આદત છે. તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે આવી ટિપ્પણીઓ ત્રીજા મિત્ર દેશની ધરતી પરથી કરવામાં આવી હતી. નિવેદનમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી પણ આપવામાં આવી હતી કે તેઓ આ ટિપ્પણીઓમાં રહેલી બેજવાબદારી પર ધ્યાન લે, ખાસ કરીને જ્યારે પાકિસ્તાની સેનાના આતંકવાદી જૂથો સાથે ગાઢ સંબંધો છે.
Site Admin | ઓગસ્ટ 12, 2025 7:36 એ એમ (AM)
ભારતે સંભવિત પરમાણુ ખતરા અંગે પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરની ટિપ્પણીની ટીકા કરી
