સપ્ટેમ્બર 13, 2025 10:04 એ એમ (AM)

printer

ભારતે શ્રીમતી સુશીલા કાર્કીના નેતૃત્વમાં નેપાળમાં નવી વચગાળાની સરકારની રચનાનું સ્વાગત કર્યું

ભારતે શ્રીમતી સુશીલા કાર્કીના નેતૃત્વમાં નેપાળમાં નવી વચગાળાની સરકારની રચનાનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આનાથી નેપાળમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન મળશે. મંત્રાલયે કહ્યું કે નજીકના પાડોશી, લોકશાહી દેશ અને લાંબા ગાળાના વિકાસ ભાગીદાર તરીકે, ભારત બંને દેશોના લોકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે નેપાળ સાથે કામ કરવાનું ચાલુ રાખશે.