ડિસેમ્બર 1, 2025 9:02 એ એમ (AM)

printer

ભારતે વૈશ્વિક કૌશલ્ય એશિયા સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લઈને 8મો ક્રમ મેળવીને સીમાચિહ્ન હાંસલ કર્યું

ભારતે વૈશ્વિક કૌશલ્ય એશિયા સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લઈને 8મો ક્રમ મેળવીને વૈશ્વિક કૌશલ્ય મંચ પર એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું. આ સ્પર્ધામાં 29 દેશોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં ભારતે પરંપરાગત અને ટેક-આધારિત કૌશલ્ય શ્રેણીઓમાં શ્રેષ્ઠતા માટે એક રજત બે કાંસ્ય સહિત ત્રણ ચંદ્રક જીત્યા. ભારતીય ખેલાડીઓની સિદ્ધિ પર, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્યમંત્રી, જયંત ચૌધરીએ જણાવ્યું કે સ્પર્ધામાં ભારતનું પ્રદર્શન દેશની યુવા પ્રતિભાના આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને શિસ્તને પ્રતિબિંબિત કરે છે.