ભારતે રેલવે-આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી મધ્યમ અંતરની અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ આગામી પેઢીની મિસાઇલ 2 હજાર કિલોમીટર સુધીની રેન્જને આવરી લેવા માટે તૈયાર કરવામાં આવી છે અને તે વિવિધ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે.
આ પ્રકારનું પ્રથમ પ્રક્ષેપણ ખાસ ડિઝાઇન કરેલા રેલ-આધારિત મોબાઇલ લોન્ચરથી કરાયું છે, જે કોઈપણ પૂર્વશરત વિના રેલ નેટવર્ક પર આગળ વધી શકે છે જે વપરાશકર્તાને ક્રોસ-કન્ટ્રી ગતિશીલતા અને ઓછી દૃશ્યતા સાથે ટૂંકા પ્રતિક્રિયા સમયની અંદર લોન્ચ કરવાની મંજૂરી આપે છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સફળ પરીક્ષણ પર સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન અને સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ-SFC અને સશસ્ત્ર દળોને અભિનંદન આપ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 2:27 પી એમ(PM)
ભારતે રેલવે-આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી મધ્યમ અંતરની અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું