ભારતે રાહત, પુનર્વસન અને પુનઃનિર્માણના પ્રયાસોને સમર્થન આપવા માટે વનુઆતુને પાંચ લાખ ડૉલરની રાહત સહાય આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે પ્રતિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિનાની 17મી તારીખે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં વનુઆતુના કિનારે 7.4ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા, જેના કારણે ભારે વિનાશ અને જાનહાનિ થઈ હતી. ભારત સરકાર અને વનુઆતુના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને મુશ્કેલીના સમયમાં શક્ય તમામ સહાયતા આપવાની તૈયારી દર્શાવી હતી.
Site Admin | જાન્યુઆરી 2, 2025 3:19 પી એમ(PM)
ભારતે રાહત, પુનર્વસન અને પુનઃનિર્માણના પ્રયાસોને સમર્થન આપવા માટે વનુઆતુને પાંચ લાખ ડૉલરની રાહત સહાય આપી
