ભારતે મેલેરિયાના કેસ અને તેનાથી સંબંધિત મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHOએ વર્ષ 2024 માટેના મેલેરિયા રિપોર્ટમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. બ્રિટનના
સંસદ સંકુલમાં મળેલી બેઠકમાં આ અંગે ભારતના સામુદાયિક આરોગ્ય કર્મચારીઓની, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં મેલેરિયા ઘટાડવા માટે અસરકારક રીતે કામ કરી રહેલી મહિલાઓની પ્રશંસા કરી હતી.
રિપોર્ટ અનુસાર, દેશભરમાં મેલેરિયાના કેસોની અંદાજિત સંખ્યા 2017માં64 લાખ હતી. જે 2023માં ઘટીને 20 લાખ થઈ ગઈ છે. દેશમાં મેલેરિયાના કારણે અંદાજિત મૃત્યુઆંક 11 હજાર હતો, જે ઘટીને
3500 પર આવી ગયો છે. મૃત્યુદરમાં 68 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે.