ઓક્ટોબર 8, 2024 9:03 એ એમ (AM) | માલદીવ

printer

ભારતે માલદીવને 40 કરોડ ડૉલરની સહાય અને ત્રણ હજાર કરોડ રૂપિયાની દ્વિપક્ષીય ચલણ વિનિમયની સુવિધા પૂરી પાડી

ભારતે માલદીવને 40 કરોડ ડૉલરની સહાય અને ત્રણ હજાર કરોડ રૂપિયાની દ્વિપક્ષીય ચલણ વિનિમયની સુવિધા પૂરી પાડી છે. આ સહાય માલદીવ સામે વર્તમાન નાણાકીય પડકારોને પહોંચી વળવા સહાયક બનશે. આ નિર્ણય નવી દિલ્હીમાં ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપ્રમુખ ડૉ. મોહમ્મદ મુઈઝ્ઝુ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરના સંવાદ દરમિયાન લેવામાં આવ્યો હતો. બંને દેશે ભ્રષ્ટાચારને રોકવા તેમજ તેને પહોંચી વળવા દ્વિપક્ષીય સહયોગ સહિત 2 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ડૉ. મુઈઝ્ઝુ સાથે સંવાદ બાદ પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘ભારત અને માલદીવે પોતાના સહયોગને વ્યૂહાત્મક દિશા આપવા માટે વ્યાપક આર્થિક અને દરિયાઈ સલામતી ભાગીદારીનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે.’ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગઈકાલે નવી દિલ્હીમાં માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝુ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ તેમના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. બંને નેતાઓએ બહુપક્ષીય ભારત-માલદીવ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને સંબંધોને વધુ વધારવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો..
રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘પાડોશી પ્રથમ અને ‘વિઝન સાગર’ નીતિઓ હેઠળ માલદીવ, ભારતનું નજીકનું અને મહત્વપૂર્ણ ભાગીદાર છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.