ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 12, 2025 8:31 એ એમ (AM)

printer

ભારતે ભૂટાન સાથે રેલવે કનેક્ટીવીટી વધારવાની પ્રતિબદ્ધતા દોહરવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂટાનની મુલાકાતના બીજા દિવસે થિમ્પુના ચાંગલિમિથાંગ સ્ટેડિયમ ખાતે આયોજિત કાલચક્ર સશક્તિકરણ સમારોહમાં ભાગ લેશે.શ્રી મોદીએ ગઈકાલે થિમ્પુમાં ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.શ્રી મોદીએ ભારત અને ભૂટાન વચ્ચે રેલવે કનકેટીવીટી વધારવાની પ્રતિબદ્ધતા દોહરવી હતી.ભારત સરકારે ભૂટાનમાં ઊર્જા પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવા માટે ભૂટાન માટે ચાર હજાર કરોડ રૂપિયાની કન્સેશનલ લાઇન ઓફ ક્રેડિટની જાહેરાત કરી છે.