ઓક્ટોબર 3, 2025 10:13 એ એમ (AM)

printer

ભારતે બ્રિટનના માન્ચેસ્ટરમાં યહૂદીઓની ધાર્મિક વિધિ યોમ કિપ્પુર પ્રાર્થના દરમિયાન થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી

ભારતે બ્રિટનના માન્ચેસ્ટરમાં યહૂદીઓની ધાર્મિક વિધિ યોમ કિપ્પુર પ્રાર્થના દરમિયાન થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારત આ દુઃખની ઘડીમાં બ્રિટનના લોકો સાથે ઉભું છે. મંત્રાલયે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પર થયેલા આ જઘન્ય કૃત્ય પર પણ શોક વ્યક્ત કર્યો હતો.ગઇકાલે બ્રિટનના માન્ચેસ્ટરમાં હીટન પાર્કની બહાર થયેલા હુમલામાં બેના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા.