ડિસેમ્બર 27, 2025 7:42 એ એમ (AM)

printer

ભારતે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી

ભારતે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બાંગ્લાદેશના મૈમનસિંહ શહેરમાં તાજેતરમાં એક હિન્દુ યુવાનની ક્રૂર હત્યાની નિંદા કરી.બાંગ્લાદેશમાં આગામી ચૂંટણીઓ અંગેના બીજા પ્રશ્નના જવાબમાં, શ્રી જયસ્વાલે કહ્યું કે ભારત બાંગ્લાદેશમાં મુક્ત, ન્યાયી, સમાવેશી અને સહભાગી ચૂંટણીઓને સમર્થન આપે છે. H-1B વિઝા મુદ્દા અંગે, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે H-1B વિઝા ધરાવતા ભારતીય નાગરિકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા અને તેને ઘટાડવા માટે ભારત અમેરિકા સાથે સક્રિય રીતે સંકળાયેલું છે