ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 29, 2024 7:02 પી એમ(PM)

printer

ભારતે બાંગ્લાદેશને લઘુમતીઓની સુરક્ષા માટે તમામ પગલાં ભરવાની માંગણી કરી છે

ભારતે બાંગ્લાદેશને લઘુમતીઓનીસુરક્ષા માટે તમામ પગલાં ભરવાની માંગણી કરી છે. આજે  નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા, રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારતે હિન્દુઓ સહિતની લઘુમતીઓને ધમકીઓ અને લક્ષ્યાંકિત હુમલાઓને બાંગ્લાદેશ સરકાર સમક્ષ સતત અને મજબૂત રીતે ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ બાબતે ભારતની સ્થિતિ સ્પષ્ટ છે કે વચગાળાની સરકારે તમામ લઘુમતીઓના રક્ષણની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. પ્રવક્તાએ ઉગ્રવાદી પ્રવૃત્તિ, હિંસા અને ઉશ્કેરણીની વધતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અંગે શ્રી જયસ્વાલે નોંધ્યું કે કાનૂની પ્રક્રિયાઓ ચાલી રહી છે.