ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે ભારતે ‘પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણ’માં નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સનો સમાવેશ કરીને તેમને ધિરાણ આપવામાં આગેવાની લીધી છે. આનાથી દેશની આબોહવા પરિવર્તન સામેની લડાઈ ઝડપી બની છે. નવી દિલ્હીમાં ‘ક્લાયમેટ ચેન્જ – રિસ્ક એન્ડ ફાઇનાન્સ’ વિષય પર એક સેમિનારને સંબોધતા તેમણે કહ્યું કે વિકાસશીલ અર્થતંત્રોમાં કેન્દ્રીય બેંકોએ તેમના દેશની પરિસ્થિતિઓને આધારે ચોક્કસ ક્ષેત્રો માટે લક્ષિત ધિરાણ નીતિઓ અપનાવી છે. શ્રી મલ્હોત્રાએ જણાવ્યું હતું કે દેશમાં લોન મંજૂર કરવા માટે સૌર, બાયોમાસ આધારિત, પવનચક્કી, સૌર ઉર્જા આધારિત શેરી લાઇટિંગ સિસ્ટમ અને દૂરના ગામડાઓમાં વીજળીકરણ પ્રોજેક્ટ્સ જેવા નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા ક્ષેત્ર તરીકે ગણવામાં આવે છે.
Site Admin | માર્ચ 14, 2025 7:40 પી એમ(PM)
ભારતે ‘પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણ’માં નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સનો સમાવેશ કરીને તેમને ધિરાણ આપવામાં આગેવાની લીધી છે
