ભારતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની કથિત ફોન વાતચીત અંગે નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટના નિવેદનને ખોટું અને સંપૂર્ણપણે પાયાવિહોણું ગણાવ્યું છે.
નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં આ અંગેના પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આવી કોઈ વાતચીત થઈ નથી. અને ભારત અપેક્ષા રાખે છે કે નાટો જેવા મહત્વપૂર્ણ સંગઠનનું નેતૃત્વ તેના જાહેર નિવેદનોમાં વધુ જવાબદારી અને ચોકસાઈનો ઉપયોગ કરશે.
શ્રી જયસ્વાલે તમામ ભારતીય નાગરિકોને રશિયન સૈન્યમાં જોડાવા અંગેની તક નહીં સ્વીકારવા ભારપૂર્વક અપીલ કરી હતી, અને ચેતવણી આપી હતી કે, આવી તકોમાં જીવનું જોખમ છે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2025 7:59 પી એમ(PM)
ભારતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપ્રમુખ વચ્ચેની કથિત ફોન વાતચીત અંગે નાટો સચિવના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું