પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટેના પહેલા ટ્વેન્ટી-ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વ કપનો નવી દિલ્હીમાં આજથી પ્રારંભ થયો. તેના ઉદ્ઘાટન સમારોહમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પૂર્વ વિદેશ મંત્રી તથા આયોજન સમિતિનાં અધ્યક્ષ મિનાક્ષી લેખી ઉપસ્થિત રહ્યાં હતાં.
વિશ્વ-કપની પહેલી મૅચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ સ્પર્ધામાં ભારત, શ્રીલંકા, અમેરિકા, નેપાળ, ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન એમ છ ટીમ ભાગ લઈ રહી છે. ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં આ સ્પર્ધા આજથી 23 નવેમ્બર સુધી રમાશે. તેની ફાઈનલ શ્રીલંકાના કૉલમ્બોમાં રમાશે.
Site Admin | નવેમ્બર 11, 2025 8:15 પી એમ(PM)
ભારતે પ્રથમ વખત રમાયેલા પ્રજ્ઞાચક્ષુ મહિલા T-20 વિશ્વ-કપ ક્રિકેટમાં વિજયી પ્રારંભ કર્યો