માર્ચ 23, 2025 8:59 એ એમ (AM)

printer

ભારતે, પુરથી અસરગ્રસ્ત બોત્સ્વાનાને માનવતાવાદી સહાય મોકલી.

ભારતે, પુરથી અસરગ્રસ્ત બોત્સ્વાનાને માનવતાવાદી સહાય મોકલી છે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે, આવશ્યક દવાઓ, સર્જિકલ પુરવઠો, મચ્છરદાની અને પાણી શુદ્ધિકરણ સહિત લગભગ 10 ટન સહાયનો પ્રથમ હપ્તો બોત્સ્વાના માટે મોકલવામાં આવ્યો છે.આ દરમિયાન, દેશની આરોગ્યસંભાળ વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરવા માટે માનવતાવાદી સહાય પણ કિરીબાતી મોકલવામાં આવી છે. 6-બેડવાળા કન્ટેનર-આધારિત ડાયાલિસિસ યુનિટનો એક માલ ગઈકાલે મુન્દ્રા બંદરથી કિરીબાતીના તારાવા માટે રવાના થયો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.