મે 14, 2025 9:04 એ એમ (AM)

printer

ભારતે પાકિસ્તાન ઉચ્ચાયોગમાં કામ કરતા પાકિસ્તાની કર્મચારીને 24 કલાકમાં ભારત છોડવા આદેશ કર્યો

ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાન ઉચ્ચાયોગમાં કામ કરતા પાકિસ્તાની કર્મચારીને 24 કલાકમાં ભારત છોડવા ગઇકાલે આદેશ કર્યો છે. ભારતને અનુરૂપ ન હોય તેવી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ આ કર્મચારીને અવાંછિત વ્યક્તિ જાહેર કર્યો છે. પાકિસ્તાન ઉચ્ચાયોગના પ્રતિનિધીને ગઈકાલે તાત્કાલિક અસરથી દેશ છોડવા આદેશ કરાયો છે.