ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 23, 2025 8:36 એ એમ (AM)

printer

ભારતે, પાકિસ્તાની વિમાનો પર ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવા પરનો પ્રતિબંધ આગામી 23મી ઓગસ્ટ સુધી લંબાવ્યો

ભારતે, પાકિસ્તાની વિમાનો પર ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવા પરનો પ્રતિબંધ આગામી 23મી ઓગસ્ટ સુધી લંબાવ્યો છે.કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે આ માહિતી આપતા કહ્યું કે, પાકિસ્તાની વિમાનોને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવા પર પ્રતિબંધની ‘નોટિસ ટુ એરમેન’ (NOTAM) સત્તાવાર રીતે 23 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આ નિર્ણય હાલની સુરક્ષા વ્યવયસ્થાને ધ્યાન રાખીને લેવામાં આવ્યો છે.
પાકિસ્તાને પણ ભારતીય ફ્લાઇટ્સ માટે તેના હવાઈ ક્ષેત્રને 24 ઓગસ્ટ સુધી વધુ એક મહિના માટે બંધ કરી દીધું છે.23થી 25મી જુલાઈ દરમિયાન રાજસ્થાનમાં ભારતીય વાયુસેના (IAF) કવાયત માટે પણ NOTAM જારી કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન રાજસ્થાનમાં બાડમેરથી જોધપુર સુધીના વિસ્તારોને પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલ ઘૂસણખોરી જોવા મળી હતી તેને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુસેના એક લશ્કરી કવાયત કરવાના છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.