સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે પાકિસ્તાનને કહ્યું કે તે જમ્મુ અને કાશ્મીર પર તેના ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારોમાં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘનો બંધ કરે. તેમણે ગઈકાલે 80મા સંયુક્ત રાષ્ટ્ર દિવસ નિમિત્તે આયોજિત ખુલ્લી ચર્ચા દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધતા આ નિવેદન આપ્યું હતું.
શ્રી હરીશે પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ અને કાશ્મીર હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહેશે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના લોકોએ યોગ્ય સમયે દેશની લોકશાહી પરંપરાઓ અને બંધારણીય માળખા અનુસાર તેમના મૂળભૂત અધિકારોનો ઉપયોગ કર્યો છે.
શ્રી હરીશે વસુધૈવ કુટુંબકમ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો, સમગ્ર વિશ્વને એક પરિવાર માનીને, જે બધા માટે ન્યાય, ગૌરવ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરે છે.
Site Admin | ઓક્ટોબર 25, 2025 1:59 પી એમ(PM)
ભારતે પાકિસ્તાનને જમ્મુ અને કાશ્મીરમાં ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારોમાં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘનો બંધ કરવા જણાવ્યું